મોરબી : મહેન્દ્રપરામાં ઇલેક્ટ્રિક શોટ લાગતા ગાયનું મોત

 

મોરબી : વરસાદની સીઝનમાં ઇલેક્ટ્રિકના પોલમાં વીજ પ્રવાહ વહેતો થવાથી ઘણા અકસ્માતો થતા હોય છે ત્યારે આજે મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં ઇલેક્ટ્રિક ટીસીના પોલ પાસે એક ગાયને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે પાલિકા અને વીજ તંત્ર ભવિષ્યમાં આવા બનાવો ન બને એ માટે સમય સૂચકતા વાપરી પગલાં ભરે તેવી લોક માંગણી પ્રબળ બની રહી છે.