મોરબી : તરુણીએ ઝાડ સાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી : મોરબી શહેરમાં રહેતી એક તરુણીએ ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ પર સરદારનગરમાં આવેલ ચાણકય એપાર્ટમેન્ટમાં રહેતા ગોરધનભાઇ કાતરોલીયાની 13 વર્ષીય પુત્રી કાજલે ગઈકાલે તા. 4ના રોજ અજાણ્યા કારણસર પોતાના ફ્લેટના ગ્રાઉન્ડમાં ઝાડ સાથે ગળે ફાસો ખાઇ લીધો હતો. બાદમાં ડેથ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.