મોરબી જિલ્લામાં રવિવારે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા: કુલ કેસ થયા 45

મોરબીના કાલિકા પ્લોટમાં 55 વર્ષના મહિલા, રવાપર ગામના 50 વર્ષના પુરુષ અને હળવદના કોયબામાં 67 વર્ષના મહિલા થયા કોરોનાથી સંક્રમિત

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના દિન પ્રતિદિન બેકાબુ થઈ રહ્યો છે. આજે રવિવારે સવારે જ એક સાથે 3 કેસ મોરબી જિલ્લામાં સામે આવ્યા છે. જેમાં મોરબીના કાલિકા પ્લોટમાં 55 વર્ષના મહિલા, રવાપર ગામના 50 વર્ષના પુરુષ અને હળવદના કોયબામાં 67 વર્ષના મહિલા કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 45 પર પોહચી ગઈ છે.

આ અંગે મળતી વિગત મુજબ આજ રોજ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતેની માઈક્રો બાયોલોજી લેબોરેટરી દ્વારા લેવાયેલા સેમ્પલમાં 3 મોરબી જિલ્લાના 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. જેમાં મોરબી શહેરના કાલિકા પ્લોટના રહેવાસી 55 વર્ષના મહિલા લક્ષ્મીબેન ભેરુભાઈ મોદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોરબી તાલુકાના રવાપર ગામ પાસે ઓમ પાર્ટી પ્લોટ સામે આવેલા શ્વરવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા બળવંતભાઈ દલુભાઈ કોટડીયા 50 વર્ષ તેમજ હળવદ તાલુકાના કોયબાં ગામની વાડીના રસ્તે વસવાટ કરતા 67 વર્ષના મહિલા હનીફાબેન મહંમહમદભાઈનો એમ કુલ 3 ત્રણ પોઝીટીવ રીપોર્ટ જાહેર કરેલ છે. મોરબીના બંને દર્દી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં છે. જ્યારે હળવદના દર્દી સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે સારવારમાં છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 45 થઈ ગઈ છે.