ટંકારા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં વીજળી પડતા વીજ ઉપકરણોને નુકસાન

- text


ટંકારા : ટંકારા પંથકમાં આજે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ટંકારામાં બે વખત વીજળી પડી હતી. આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકા પંચાયત કચેરીના કંપાઉન્ડમાં આવેલ આઇડીસીએસ કચેરીની બાજુમાં બે વખત વીજળી પડી હતી. વીજળી પડતા ઇલેક્ટ્રીક ઉપકરણોને નુકશાન થયું છે. જોકે સદભાગ્યે આ વીજળી પડવાથી કોઈ જાનહાની થઈ નથી. ત્યારે ટંકારા તાલુકા પંચાયત કચેરીની મહેસુલ શાખાએ આ બનાવ અંગે જરૂરી કાર્યવાહી કરીને આ બનાવનો અહેવાલ મોરબી જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપ્યો હતો.

- text

- text