મોરબીના તુલસી પાર્ક અને હળવદના અજીતગઢમાં વૃક્ષારોપણ કરાયું

મોરબી : ચોમાસાની ઋતુમાં મોરબીમાં પર્યાવરણ જતન અર્થે ઠેરઠેર રોપા વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીના શનાળા બાયપાસ રોડ પર તુલસીપાર્ક સોસાયટીના મીત્રો દ્વારા સાર્વજનિક પ્લોટમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન 50 રોપાઓને વાવવામાં આવ્યા છે. આમ, તુલસી પાર્કના સ્થાનિકો દ્વારા પર્યાવરણ જાળવણીનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, હળવદ તાલુકાના અજીતગઢ ગામમાં સ્વ. દીપકભાઈ વાલજીભાઇ સંઘાણીની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે તા.4ના રોજ તેમના પરિવાર દ્વારા 300 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આમ, સંઘાણી પરિવાર દ્વારા સદ્દગતને સાર્થક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.