મોરબીમાં 41મો કોરોના પોઝિટિવ કેસ : અવની પાર્ક રોડ પર રહેતા આધેડ સંક્રમિત

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના થંભવાનું નામ નથી લેતો. શનિવારે બપોરે એક મહેન્દ્રપરામાં કેસ નોંધાયા બાદ અવની ચોકડી પાસેના વિસ્તારમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 41 પર પોહચી ગઈ છે.

મોરબી શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજે શનિવારે પણ બીજો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેની મળતી વિગતો મુજબ અવની ચોકડપાસેના અવની પાર્ક રોડ ઉપર આવેલા મયુર પાર્કમાં આવેલા ધ્રુવ પેલેસ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા મનસુખભાઇ પ્રભુભાઈ ગોપાણી (ઉ.50) નામના આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં તેઓને છેલ્લા પાંચ દિવસથી તાવ આવતાની સાથે કોરોનાના શંકાસ્પદ લક્ષનો જણતા ખાનગી હોસ્પિટલ દ્વારા સેમ્પલ લઈ ખાનગી લેબરોરેટરીમાં મોકલાયું હતું. જ્યાં આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવે નથી. આ સાથે આજના બે કેસ સહિત મોરબી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 41 પર પોહચી ગઈ છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/