‘આત્મનિર્ભર ભારત’ તરફ મોરબીનું કદમ : ઓરેવા ગ્રુપના નેજા હેઠળ ચાઈનાથી ઈમ્પોર્ટને બંધ કરવા અપીલ

મલ્ટી નેશનલ કંપનીઓને ક્વોલિટી અને રેટમાં ચાઈના કરતા બેસ્ટ પ્રોડક્ટ બનાવી આપવાની મોરબીના ઉદ્યોગપતિઓની પ્રેરણાદાયી પહેલ

મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરના અભિયાનને મજબૂત કરવા અને ચાઇનાથી આવતા અબજો રૂપિયાની કમ્પ્લીટ પ્રોડક્ટના ઈમ્પોર્ટને બંધ કરવા માટે મોરબીના સાહસિક ચેલેન્જીંગ અને ખમીરવંતા ઉદ્યોગપતિઓએ એક અદ્ભુત સાહસ અને પ્રેરણાદાયી વિચાર સમગ્ર દેશ સમક્ષ મુક્યો છે.

મોરબી ખાતે સ્થિત વિશ્વ વિખ્યાત ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇના નેતૃત્વ હેઠળ મોરબીની આશરે ૧૫૦ જેટલી ઈન્ડસ્ટ્રીઝ સાથે મળી એક અદભુત સંગઠન બનાવેલ છે. આ સંગઠન દેશની સરકાર દેશના દરેક import raw અને દેશની દરેક મલ્ટીનેશનલ કંપનીઓને અપીલ કરે છે કે ચાઇનાથી ડાયરેક્ટ કમ્પ્લીટ ફિનિશ પ્રોડક્ટ ઈમ્પોર્ટ કરવાને બદલે મોરબીનો સંપર્ક કરો. ચાઇના જેવી જ વસ્તુ તેનાથી સારી ક્વોલિટી અને સારા રેટમાં તેઓ મોરબીમાં તૈયાર કરી આપશે.

ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇના જણાવ્યા મુજબ મોરબીના ઉદ્યોગપતિઓ પાસે પ્લાસ્ટિક આઈટમ, ઈલેક્ટ્રિકલ્સ આઈટમ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ મેન્યુફેક્ચરિંગનો ૫૦ વર્ષથી પણ વધુનો અનુભવ છે. પ્રોડક્ટ ડિઝાઇનથી માંડીને પેકિંગ સુધીની તમામે તમામ ઇન્ડસ્ટ્રીઝ મોરબીમાં ઉપલબ્ધ છે. complete product નું import થતું બંધ થવાથી દેશની અંદર જ અકલ્પનીય રોજગારીનું સર્જન થશે. આ અભિયાન અંતર્ગત ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ એ કેન્દ્ર સરકાર તેમજ અનેક મલ્ટીનેશનલ કંપનીઓ અને દેશના ઈમ્પોર્ટન્ટરો સાથે કોમ્યુનિકેશન શરૂ કરી દીધેલ છે. ઉદ્યોગ નગરી મોરબીની આ પહેલ સમગ્ર દેશ માટે ચાઈનીઝ પ્રોડક્ટને માત આપવા માટે ખરેખર એક આશાનું કિરણ બનશે અને આ અભિયાન માટે મોરબી પણ દેશની સરકાર અને બહારથી complete product import કરતા દરેક ઉદ્યોગપતિઓને મોરબીનો સંપર્ક કરવા આહવાન કરે છે.