અમદાવાદમાં કોરોના સંદર્ભે ફરજ નિભાવી રાજપર પરત ફરતા મેડિકલ સ્ટાફનું સ્વાગત કરાયું

મોરબી : રાજપર પી.એચ.સી.ના ફાર્માસીસ્ટ ગૌરવભાઈ દવે તથા fhw દક્ષાબેન અમદાવાદની હોસ્પિટલમાં કોરોના સંદર્ભેની ડ્યુટી પૂર્ણ કરી પરત ફર્યા હતા. ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. રામાવત, mphw ગોસાઈ અક્ષયગિરિ તથા વિજયગીરી સહિતના સ્ટાફ દ્વારા આ કોરોના વોરિયર્સનું હારતોરા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.