મોરબીના નવી પીપળી ગામે થયેલી મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઈ

- text


ઘર પાસે પાણીના નિકાલ માટે બનાવેલી પાળો તોડી નાખવા મામલે પાડોશીઓ વચ્ચે થઈ હતી મારામારી

મોરબી : મોરબીના નવી પીપળી ગામે ગુરુવારે ઘર પાસે પાણીના નિકાલ માટે બનાવેલો પાળો તોડી નાખવા મામલે પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં અગાઉ એક પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના નવી પીપળી ગામે આવેલ શાંતીનગર સોસાયટીમાં રહેતા મહિપતસિંહ પ્રવિણસિંહ ઝાલા (ઉ.વ.૪૦) એ આરોપીઓ નરેન્દ્રભાઈ ઉર્ફે નંદાભાઈ બળદેવભાઈ, નંદાભાઈના બાપુજી બળદેવભાઈ, નંદાભાઈના કાકાના દિકરા હાર્દિકભાઈ, વિશાલભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૨ ના રોજ રાત્રીના સાડા આઠથી નવ વાગ્યા દરમ્યાન ફરીયાદીને આરોપીના મકાનની સામે થોડે આગળ પોતાનો પ્લોટ આવેલ હોય તેમા આરોપીના ઘરનુ પાણી તથા ફરીયાદીના ઘરની બાજુ વાળાનુ પાણી ફરીયાદીના પ્લોટમા જતુ હોય. જેથી, ફરીયાદીએ માટીનો પાળો બનાવેલ હોય, જે માટીનો પાળો તોડી નાખતા પોતે તેને કહેવા જતા પહેલા ફરીયાદી સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી ગાળો આપી હતી. ત્યાર પછી ફરીયાદી તથા સાહેદોને આરોપીઓએ તથા સાહેદો આરોપીને સમજાવવા જતા આરોપીએ ગાળો આપી ફરીયાદીને ઝાપટ મારતા પડી જતા જમણી બાજુ લમણાના ભાગે સામાન્ય ઈજા થઈ હતી અને આરોપીએ સાહેદ આશિષને લોખંડના પાઈપ વડે મારી ફેકચર જેવી ઈજા કરેલ તેમજ સાહેદ પ્રકાશસિંહ ઉર્ફે ભીમાભાઈને માથામા સામાન્ય ઈજા કરી હતી. તાલુકા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text