વેલકમ બેક કોરોના વોરિયર : અમદાવાદથી વાંકાનેર પરત ફરતા ડોક્ટરનું સ્વાગત કરાયું

- text


કોઠીનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. સાહિસ્તા કડીવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી પરત આવ્યા

વાંકાનેર : મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ આવતા તાલુકા વાંકાનેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કોઠીનાં મેડીકલ ઓફીસર ડો. સાહિસ્તા કડીવાર કે જેઓ ખરા અર્થમાં કોરોના વોરિયર છે. તેનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કોઠીના સ્ટાફ દ્વારા વેલકમ બેક કરવામાં આવ્યુ હતું.

મોરબી જિલ્લા પંચાયતના પ્રથમ મહિલા મેડીકલ ઓફીસર ડો. સાહિસ્તા કડીવાર કે જેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠીમાં ફરજ બજાવે છે. જેઓ તા. 10 થી તા. 25 જૂન સુધી 1200 બેડની કોવીડ હોસ્પીટલ – સિવિલ હોસ્પીટલ, અમદાવાદ ખાતે ફરજ બજાવી ખરા અર્થમાં કોરોના વોરિયર સાબીત થયા છે. જેઓ મોરબી જિલ્લામાં પરત ફરી કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ નેગેટીવ આવતા પોતાના મુળભુત ફરજ સ્થળ પર હાજર થતા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કોઠીના સ્ટાફ દ્વારા સન્માન તથા વેલકમ બેક કરવામાં આવ્યું હતું. જે બદલ ડો. સાહિસ્તા કડીવાર એ પણ ખુબ આભાર વ્યકત કર્યો હતો.

- text

- text