ટંકારા : સૌની યોજનાનું પાણી સિંચાઈ માટે ડેમી 2-3માં છોડવા માંગ

- text


ટંકારા : હાલ વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે ત્યારે વરસાદ થતાંની સાથે ખેડૂતોએ વાવણી કરી દીધી છે. પરંતુ વાવણી બાદ મેઘરાજા રિસાયા હોય એવું લાગે છે. ખેડૂતો ભારે ચિંતીત છે, કૂવા અને સિંચાઇ માટે પાણી છે નહિ ત્યારે ખેડૂતો પાક નિષ્ફળ ન જાય તે માટે મહેનત કરી રહ્યા છે ત્યારે સિંચાઇ માટે સૌની યોજનાનું પાણી અમુક વિસ્તારમાં આવી રહ્યું છે ત્યાં સૌની યોજના આશીર્વાદ રૂપ છે.

- text

હાલ ડેમી 2માં સૌની યોજનાનું પાણી નાખવામાં આવે ત્યાંથી પ્રવીણસાગર ડેમ ચાચાપર અને ડેમી 3 કોયલી ત્યાંથી સિંચાઇ માટે છોડવા આવે તો ઘણા ખેડૂતોને લાભ મળે અને લજાઈથી વિરપર, રાજપર, પંચાસર, નાની વાવડી, બગથળા સુધી કુદરતી વહેણ મારફતે પહોંચી શકે છે. અગાઉ આ જ વહેણ મારફતે સૌની યોજનાનું પાણી બગથળા સુધી પહોંચાડ્યું હતું. ચાલુ વર્ષે મેઘરાજા મન મુકીને વરસતા નથી. હાલ આ યોજના થકી ખેડૂતોને બચાવી શકાય અને ખેડૂત દેવાદાર બનતો અટકે. તેમજ સૌની યોજના ખરેખર સૌની છે એવું સાબિત થાય, તેમ ખેડૂતના હિત માટે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ સૌની યોજનાના નાયાબ કાર્યપાલક ઇજનેર અને મોરબીના કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

- text