મોરબી : JEE અને NEETની પરીક્ષા હાલ મોકૂફ

 

એચઆરડી મંત્રીની જાહેરાત : સપ્ટેમ્બર માસમાં પરીક્ષા લેવાનો નિર્ણય

મોરબી : જેઇઇ મેઈન 2020 અને નીટ 2020ની પરીક્ષાની તારીખ મુલતવી રાખવામાં આવી છે. આ અંગે એચઆરડી મંત્રી રમેશ પોખરીયાલે સત્તાવાર જાહેરાત કરી છે. તેઓના જણાવ્યા મુજબ JEE મુખ્ય 2020ની પરીક્ષા હવે 1 થી 6 સપ્ટેમ્બરની વચ્ચે લેવામાં આવશે. જ્યારે JEE એડવાન્સ પરીક્ષા 27 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. NEET 2020ની પરીક્ષા માટે તા. 13 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.