વાંકાનેર : કોરોનાગ્રસ્ત વૃદ્ધ અને તેના પુત્રને રજા અપાઈ ત્યાં પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

- text


વાંકાનેર : મોરબી જિલ્લામાં કોરોના કેસમાં જોરદાર ઉછાળો આવી રહ્યો હોય એમ આજે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેમાં વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા પિતા-પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેઓ કાલે સ્વસ્થ થઇ જતા રજા અપાઈ છે. પરંતુ આજે તેમના પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

- text

આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા પ્રવિણસિંહ રાયજાદા (ઉ.વ. 65) અને તેમના પુત્ર હરપાલસિંહ રાયજાદા (ઉ.વ.40)નો કોરોના સામેની જંગ જીતી છે. પરંતુ પ્રવિણસિંહના પત્ની ઉર્મિલાબા રાયજાદા (ઉ.વ. 55)નો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરિવારના બે સદસ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેઓને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા. પરંતુ ગઇકાલે તેઓને તાવ-શરદી સહિતના કોરોનાના લક્ષણ દેખાતા તેઓને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓના સેમ્પલ લેવામાં આવતા તેઓનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ રાજકોટ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

- text