મોરબીનો યુવક નગરપાલિકા ચીફ ઓફિસરની પરીક્ષામાં ઉતીર્ણ

નિષ્ફળતાથી સફળતા સુધી પહોંચવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

મોરબી : મોરબી જિલ્લામાં રહેતા તુષાર રમેશભાઈ ઝાલરીયાએ ગુજરાત જાહેર સેવા આયોગ અંતર્ગત નગરપાલિકા ચીફ ઓફિસરની પરીક્ષા બિનઅનામત વર્ગમાં પાસ કરી છે. જે બદલ તેઓને પરિવાર તથા મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તુષારભાઈ એ ધો. 12 પછી B.Sc.માં એડમિશન લઈ અભ્યાસ શરુ કર્યો પણ કોલેજકાળ દરમ્યાન એટીકેટી આવતી હતી. છતાં હિંમત હાર્યા વિના કોલેજ પાસ કરી હતી. બાદમાં રાજકોટના ICE ક્લાસીસ જોઈન કરી સરકારી નોકરી માટે તૈયારી શરુ કરી હતી. GPSC દ્વારા લેવાતી ક્લાસ 1-2 ની પરીક્ષા 2018માં આપી હતી. જેમાં પ્રથમ પ્રયાસે પ્રિલીમ પરીક્ષા ક્લિયર થઈ પછી મેઇન્સ પરીક્ષા આપી પણ તેમાં નિષ્ફળતા મળી હતી. બાદમાં નિષ્ફળતાને પચાવી Dy.so ની પરીક્ષા અને ચીફ ઓફિસરની પરીક્ષા આપી. જેમાં ચીફ ઓફીસર સફળતાપૂર્વક પાસ કરી નિષ્ફળતાને હરાવી સફળતા મેળવી છે.