મોરબી : 108 ટીમે સગર્ભાની એમ્બ્યુલન્સમાં ડીલીવરી કરાવી

મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામમાં રહેતા લલીતાબેન પ્રકાશભાઈ કેરાને પ્રસુતિનો દુઃખાવો ઉપડતા તેને 108 મારફત હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન મોરબીના લાલબાગ પાસે સગર્ભાને દુઃખાવો વધતા પ્રસુતિ કરાવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. તેથી, 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમના ઈ.એમ.ટી. નીતાબેન જોલીયાએ સગર્ભાને ડીલીવરી કરાવી હતી. તેમજ ગણપતભાઈ ડેડાણિયાએ પાઇલોટ તરીકે કામગીરી કરી હતી. ડિલિવરી બાદ માતા અને બાળકને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. આમ, 108 ટીમે સગર્ભાને તાકીદે ડિલિવરી કરાવી માનવતા મહેકાવી હતી.