ઘુંટુ ગામ પાસે કારે હડફેટે લેતા બાઈકસવાર બેના મૃત્યુ

એક યુવકનું ઘટનાસ્થળે તથા અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત

મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામ પાસે કારે બાઇકને હડફેટે લીધું હતું. જેના કારણે એક યુવકનું ઘટનાસ્થળે તથા અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ બનાવની પ્રાપ્ત વિગત મળતી અનુસાર ગઈકાલે તા. 29ના રોજ રાત્રે 10 વાગ્યા આસપાસ હળવદ તાલુકામાં રહેતા રમેશભાઈ કેશવજીભાઇ રાઠોડ (ઉં.વ. 47) અને અશોકભાઈ વનનારાયણ (ઉ.વ. 40) બાઈક ઉપર મોરબી-હળવદ હાઇવે પર ઘુંટુ ગામ પાસેથી પસાર થતા હતા. તે સમયે એક કાર તેઓના બાઈક સાથે અથડાઈ હતી. જેના કારણે તેઓ બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં રમેશભાઈનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જયારે અશોકભાઈને 108 મારફતે મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં આ બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.