ખાખરાળા નજીક રીક્ષાચાલકે યુ-ટર્ન લેતા બાઈક સાથે અકસ્માત, મહિલાને ઇજા

પોલીસે રિક્ષાચાલકની અટકાયત કરી

મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામ પાસે રીક્ષાચાલકે બેદરકારીપૂર્વક યુ-ટર્ન લેતા એક મહિલાને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ગત તા. 28ના રોજ ખાખરાળા ગામ પાસે ખોડીયાર માતાના મંદિર સામે રોડ ઉપર રમેશભાઇ રૂપાભાઇ રગીયા (રહે.નસીતપર, તા.ટંકારા) એ સી.એન.જી. ઓટો રિક્ષા કોઇપણ સંકેત વગર વણાંક વાળી પાછળ આવતા મોટર સાયકલ નં.જીજે-૩૬-ઇ-૯૦૫૩ને અડફેટે લીધું હતું. જેથી, વનીતાબેન રણછોડભાઇ દેલવાડીયા (ઉ.વ.૪૨, ધંધો.શાકભાજી વેચવાનો, રહે.પીપળીયા ચાર રસ્તા, ગામ નવા પ્લોટમા, તા.જી.મોરબી)ને જમણા હાથના ખંભાથી નીચેના ભાગે ફેકચર જેવી ઇજા પહોંચી હતી. ગઈકાલે તા. 29ના રોજ પોલીસે વનીતાબેનની ફરિયાદ નોંધી રમેશભાઇની અટકાયત કરી હતી.