મોરબી : બે શંકાસ્પદ દર્દી સહિત 66 લોકોના સેમ્પલ લેવાયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં માસ સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં આજે મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો ધરાવતા બે દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.

- text

આ બે દર્દીઓમાં એક નાગડાવાસની 2 માસની બાળકી છે. જે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે. જયારે બીજા દર્દી મોરબી શહેરના 44 વર્ષના પુરુષ છે. જે હાલ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં છે. આ બે દર્દીના સેમ્પલ ઉપરાંત આરોગ્ય વિભાગે 64 જેટલા રૂટિન સ્ક્રીનિંગ સેમ્પલ પણ લીધા છે. આમ આજે કુલ 66 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવતીકાલ સુધીમાં જાહેર થશે.

- text