મધુપુર પ્રાથમિક શાળાના શિક્ષક નિવૃત થતા માનભેર વિદાય અપાઈ

મોરબી : મધુપુર પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુભાઈ ડી. બોરીચા ફરજ પરથી નિવૃત થતા માનભેર વિદાય આપવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે સાદાઈપૂર્ણ રીતે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નોકરીના 22 વર્ષ સુધી સુપેરે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તેઓ આજે તા. 30.6.2020 ના રોજ ફરજ પરથી નિવૃત થયા હતા. સમગ્ર નાગડાવાસ તાલુકા શાળાના સાથી મિત્રોએ તેઓનું નિવૃત જીવન, આરોગ્યપ્રદ, સુખ-શાંતિ રીતે પસાર થાય તેવી શુભકામનાઓ આપી હતી.