મોરબીના સામાકાંઠે પાંચ દિવસથી પાણીના ધાંધિયાથી સ્થાનિકો પરેશાન

- text


મોરબી : મોરબીના સામાકાંઠાના નજરબાગ, ભડીયાદ વિસ્તારમા ભરચોમાસે છેલ્લાં 5 દિવસ પાણી વિતરણ ખોરવાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. તંત્રને આ બાબતની જાણ કરાતા પાણી વિતરણ ખોરવાયું હોવાનો સ્વીકાર કરી તાત્કાલિક પાણી પુરવઠો પૂર્વવત કરવાની ખાત્રી આપવામાં આવી છે.

- text

મોરબી સામાકાંઠે નજરબાગ, ભડીયાદ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પાણી વિતરણ ખોરવાતા સ્થાનિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ભડીયાદ ઓજી વિસ્તાર અને જવાહર સોસાયટીના આજુબાજુના વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પાણી વિતરણ ખોરવાયું છે. આ બાબતે નજરબાગ વિસ્તાર સંભાળતા પાણી-પુરવઠા ખાતાના અધિકારી જયવંતસિંહ જાડેજા સાથેની વાતચીત દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, પાણીની ઇલેક્ટ્રિક મોટર બળી ગઈ હોવાથી બે-ત્રણ દિવસથી પાણીનો પ્રશ્ર્નનું આજે સાંજ સુધીમાં નિરાકરણ આવી જશે. આજે પાવર સપ્લાય બંધ હોવાથી બપોર બાદ પાણી વિતરણ રાબેતા મુજબ થઈ જશે. ત્યારે ભરચોમાસે ડેમમાં પાણી હોવા છતાં પાણી ન મળવાને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

- text