મોરબીના ખાનપર ગામે રૂ. 97 હજારના વિદેશી દારૂ અને પિસ્તોલ સાથે એક ઝડપાયો

 

મોરબી : મોરબીના ખાનપર ગામે રૂ. 97 હજારના વિદેશી દારૂ અને પિસ્તોલ સાથે એલસીબીએ એક શખ્સને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીની ટીમે ખાનપર ગામે સીમમાં દરોડો પાડી વિદેશી દારૂની બોટલ 190 કિંમત રૂ. 97,950 તેમજ પિસ્તોલ કિંમત રૂ. 10,000 અને જીવતા કારતુસ મળી કુલ રૂ. 1,08,350ના મુદ્દામાલ સાથે યશપાલસિંહ ઘનુભા જાડેજાને પકડી પાડ્યા છે. જ્યારે પ્રાથમિક પૂછપરછમાં નરેશભાઈ રહે. ડીસાવાળાનું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.