જબલપુર પ્રાથમિક શાળાની બે છાત્રાઓ નવોદય વિદ્યાલયની પરીક્ષામાં પાસ

ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામની જબલપુર પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીઓ પાણ ફેન્સી અલ્પેશભાઈ અને રાઠવા મિતલ અરવિંદભાઈ એ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. પ્રવેશ મેળવી જબલપુર ગામ તથા શાળાનું નામ રોશન કરવા બદલ એસ.એમ.સી. કમિટી તથા શાળા પરિવાર બંને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવેલ છે. આવી રીતે આગળ પણ અભ્યાસમાં પ્રગતિ કરી શાળા તથા ગામનું નામ રોશન કરે એવી શુભકામના પણ આપવામાં આવી છે.