દુષ્કર્મના કેસમાં ચાર માસથી નાસતો આરોપી વાંકાનેરમાંથી ઝડપાયો

મોરબી : મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુનામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

ગઈકાલે તા. 28ના રોજ મોરબી એલ.સી.બી. ટીમને મળેલ હકિકત આધારે ચાર માસથી બળાત્કારના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવેલ છે. ગત તા. 26/02/2020 ના રોજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે પોક્સો એકટ કલમ મુજબ બળાત્કારનો ગુનો રજીસ્ટર થયેલ હતો. જે ગુનામાં મદદગારી કરનાર બે આરોપીઓને પકડી પાડવામાં આવેલ હતા. તેમજ મુખ્ય આરોપી શાહરૂખ છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો હતો. જે આરોપી શાહરૂખ હારૂનભાઇ કટીયા (ઉ.વ. 23, ધંધો ડ્રાઇવીંગ, રહે. મુળ વાંકાનેર, વીસી ધમલપર-2, તા. વાંકાનેર, હાલ રહે. રાજકોટ, એરપોર્ટ રોડ, ન્યુ રંગ ઉપવન સોસાયટી)ને વાંકાનેર ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.