સ્વ. ધવલ રાંકજાના સ્મરણાર્થે મોરબી રેલવે સ્ટેશન પર કોલ્ડ વોટર પ્યુરીફાઈ મુકાયું

જીગરજાન મિત્ર સ્વ. ધવલ રાંકજાના સ્મરણાર્થે અર્પણ કરાયેલુ પરબ પ્રવાસીઓની તરસ છીપાવશે

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ તરફથી મોરબી રેલવે સ્ટેશન પર વોટર પ્યુરીફાઈ વિથ કુલિંગ સિસ્ટમ પ્રવાસીઓ માટે અર્પણ કરવામાં આવી છે. જેનો મોરબી રેલવે સ્ટેશન પર આવતા-જતા પ્રવાસીઓ લાભ લઇ શકશે,

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ ક્લબના લાઈવવાયર મેમ્બર, ઉત્સાહી અને દરેક પ્રોજેક્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપનાર સ્વ. ધવલ રાંકજાની અણધારી વિદાયથી શોકાતુર ક્લબના સભ્યોએ સ્વર્ગીય ધવલની સ્મૃતિ કાયમ રાખવા માટે મોરબી રેલવે સ્ટેશનમાં ઠંડા પાણી સહિતની વોટર પ્યુરીફાઈ સિસ્ટમ જાહેર જનતા માટે અર્પણ કરી હતી. સ્વ. ધવલભાઈ ખીમજીભાઈ રાંકજા તથા સ્વ. માણેકબેન ભગવાનજીભાઈ વિડજાના સ્મરણાર્થે “લાયન્સ શીત ધારા” અર્પણ કરતા સમયે રેલવે અધિકારીઓ, લાયન્સ મેમ્બરો સહીત દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે નઝરબાગ ક્લબમાંથી ZC ધીરુભાઈ આદોજા RC પ્રદીપભાઈ ભુવા, IPDG ચંદ્રકાન્તભાઈ દફતરી તથા ક્લબના અન્ય મેમ્બરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટને સફળ બનાવવા MJF તુષારભાઈ દફતરી (પોપ્યુલર એજન્સી)એ ખાસ જહેમત ઉઠાવી હતી. ક્લબ પ્રેસિડેન્ટ ડૉ. રવિન્દ્ર ભટ્ટ, સેક્રેટરી સમીર ગાંધી, ટ્રેઝરર ભાવેશ ચંદારાણાએ સર્વે ઉપસ્થિત લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.