મોરબીનો છાત્ર જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ઉતીર્ણ

મોરબી : તાજેતરમાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.જેમાં મોરબીના સામાકાંઠે વરિયા નગરમાં રહેતા અને ઉમા વિદ્યા સંકુલમાં ધો. 8માં અભ્યાસ કરતા આદિત્ય સુરેશભાઈ ડાંગર જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ઉતીર્ણ થયો છે. જે બદલ પરિવારજનો તથા શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.