હળવદમાં ખનીજ ચોરી પર ફલાઈંગ સ્કવોડ ત્રાટકી : બે વાહન ઝડપાયા

- text


હાઈવે પર સફેદ માટી ભરી પસાર થતા એક ડમ્પર અને એક ટ્રેલરને ઝડપી લેવાયું

હળવદ : હળવદ હાઈવે પર ગેરકાયદેસર સફેદ માટી ભરી પસાર થતા એક ટ્રેલર અને એક ડમ્પરને ગાંધીનગરની ફલાઈંગ સ્કવોડની ટીમ દ્વારા ઝડપી લેવાયા હતા. ઝડપાયેલ બંને વાહનને હળવદ પોલીસ મથકે સોંપી ખાણ ખનીજનો મેમો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગાંધીનગરથી ફ્લાઈંગ સ્કવોડની ટીમ હળવદ વિસ્તારમાં હોય તે અરસામાં હળવદ હાઈવે પરથી સફેદ માટી ભરી પસાર થતા જીજે-૧૨-બી.એક્ષ-૨૪૫૫ અને આરજે-૦૬-જીસી-૨૫૧૧ નંબરના વાહનોમાં ભરેલ માટીની પાસ પરમીટ માંગવામાં આવતા આ માટી ગેરકાયદેસર ભરી હોવાનું સામે આવ્યું હતું. જેથી, ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ દ્વારા બંને વાહનોને હળવદ પોલીસ મથકે સોંપી વાહનચાલકોને ખાણ ખનીજનો મેમો ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ પંથકમાં વારંવાર ખનીજ ચોરીની ફરિયાદો ઉઠતી હોય છે. સ્થાનિક તંત્ર ખનીજ માફિયાઓને છાવરતા હોવાથી હળવદ પંથક ખનીજ ચોરી બેફામ થઈ રહી હોવાના આક્ષેપ વચ્ચે આજે ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ હળવદમાં ત્રાટકી હતી. આથી, ખનીજ માફિયાઓમાં ફફળાટ વ્યાપી ગયો છે.

- text