ધો. 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીના અવલોકન અંગે મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ જોગ

મોરબી : મોરબી જિલ્લાના માર્ચ–૨૦૨૦માં યોજાયેલ ધોરણ–૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ બાદ જે ઉમેદવારોને ઉતરવહીના અવલોકન માટે અરજી કરેલ છે. તેવા ઉમેદવારો એ COVID–19 ની પરીસ્થિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યના ચાર ઝોન પાડવામાં આવેલ છે. રાજકોટ ઝોન માટે અવલોકન સ્થળ અને અવલોકનની તા.૦૯/૦૭/૨૦૨૦ થી ૧૨/૦૭/૨૦૨૦ છે. અવલોકનનું સ્થળ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલ મુ.પો. જામવાડી, ગોંડલ – જેતપુર નેશનલ હાઇવે નં. ૨૭, તા.ગોંડલ, જિ.રાજકોટ – ૩૬૦૩૧૧ છે. રાજકોટ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લામાં રાજકોટ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિદ્વારકા, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દીવ પ્રદેશનો સમાવેશ થાય છે. તો ધોરણ–૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉતરવહીના રૂબરૂ અવલોકનની રાજકોટ ઝોન ખાતે સબંધિત વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા શિક્ષણાધિકારી, મોરબી દ્વારા જણાવેલ છે.