જવાહર નવોદય સમિતિની પરીક્ષામાં ભારતનગર પ્રાથમિક શાળાના છાત્રો ઉતીર્ણ

મોરબી : જવાહર નવોદય સમિતિ દ્વારા થોડા મહિનાઓ પહેલા પરીક્ષા લેવામાં આવી હતી. જેનું તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માળીયા (મી.) તાલુકાના ભારતનગર ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રાઠોડ યુવરાજ માવજીભાઈ તથા ડાંગર ઋષિકેશ ધીરુભાઈ ઉતીર્ણ થયા હતા. તેઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મોરબી જિલ્લાનો મોરી દક્ષ ચેતનભાઈ નામનો વિદ્યાર્થીનું પરિણામ પણ પાસ આવેલ છે. ત્યારે મોરી પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.