બોગસ બીલીંગના કેસમાં રાજકોટ DGGI દ્વારા મોરબીમાં સર્ચની કાર્યવાહી કરાઈ

- text


મોરબી : રાજકોટ DGGI દ્વારા થોડા સમય પહેલા એક બોગસ બીલીંગ કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું હતું. તે કેસના સંદર્ભમાં રાજકોટ DGGI દ્વારા મોરબીના એક રહેણાંક મકાન પર સર્ચની કાર્યવાહી કરવામાં આવી છે.

- text

રાજકોટ DGGI દ્વારા બોગસ બીલીંગના કેસના સંદર્ભમાં મોરબીના કાલિકા પ્લોટમાં રાજ બેન્કની પાછળની શેરીમાં આવેલ મકાન પર સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ બોગસ બીલીંગ કેસને લગતી માહિતી એકત્ર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે બે માસથી વધુ સમયથી DGGIની કાર્યવાહી પર કેન્દ્ર સરકારની વિવિધ રેવન્યુ એજન્સી દ્વારા રોક લગાવવામાં આવી હતી. પરંતુ હવે કાર્યવાહી શરુ કરવામાં આવતા બોગસ બીલીંગ કરતા તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

- text