મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીની સ્કૂલ-કોલેજોમાં પ્રવેશની ઓનલાઇન પ્રક્રિયા શરુ

મોરબી : મોરબીમાં 61 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સર્વોદય એજ્યુકેશન સોસાયટી હસ્તકની સ્કૂલ-કોલેજોમાં એડમિશન મેળવવા માટે ઓનલાઇન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ સંસ્થા અંતર્ગત મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજ, જી. જે. શેઠ કોમર્સ કોલેજ, યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ તથા રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલનો સમાવેશ થાય છે. જેમાં ધો. 9, ધો. 10, ધો. 11 અને 12 સાયન્સ પ્રવાહ, B.Sc, B.Com તથા B.A.માં એડમિશન મેળવી શકાશે. એડમિશન માટે સંસ્થાની વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.