NMMSની પરીક્ષામાં બીલીયા પ્રાથમિક શાળાના તમામ છાત્રો ઉતીર્ણ

- text


મોરબી : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા NMMS (NATIONAL MEANS – CUM – MERIT SCHOLARSHIP)ની પરીક્ષા લેવામાં આવે છે. જેનું તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બીલીયા ગામની સરકારી પ્રાથમિક શાળાનું PSE બાદ NMMSમાં 100% પરિણામ આવ્યું છે. જેમાં સુરેલીયા મિત તથા સુમરા સૈફ એ મેરીટમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત, કાવર ધાર્મિ, બાબર માનસી, ડોરી નિધિ, કાવર દ્રષ્ટિ, ડોરી કીર્તન અને પેથાપરા વ્રજ પણ ઉતીર્ણ થયા છે. આ વિદ્યાર્થીઓને ધો. 12 સુધી રૂ. 48,000 શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. તેમ શાળાના આચાર્ય કિરણભાઈ કાચરોલા એ યાદીમાં જણાવ્યું છે.

- text