“આપઘાતની ઘાત ટાળીયે” : જય વસાવડા સાથે મંગળવારે રાત્રે 9 વાગ્યે મોરબી અપડેટની ખાસ વાતચીત

- text


Morbi Updateના ફેસબુક પેઈજ અને યૂટ્યૂબ ચેનલ પર જય વસાવડા સાથેનો પરિવાર સાથે સાંભળવા જેવો મહત્વનો સંવાદ

મોરબી : પાછલા ઘણા સમયથી લોકોમાં માનસિક હતાશાને લઈને આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને લોકડાઉનને લઈને લોકોમાં વિવિધ પ્રશ્નોને લઈને ડિપ્રેશન આવવાના બનાવો વધતા જાય છે ત્યારે મોરબી જિલ્લામાં પણ પાછલા 3 મહિનાઓ દરમ્યાન આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે મોરબી અપડેટ દ્વારા સકારાત્મક સંદેશ આપવાના ભાગરૂપે અને લોકોની માનસિક હતાશાને ઉત્સાહમાં ફેરવવા અંગે “આપઘાતની ઘાત ટાળીએ” વિષય પર જાણીતા મોટિવેશનલ સ્પીકર અને જાણીતા લેખક જય વસાવડા સાથેનો ખાસ વાર્તાલાપ કરવામાં આવશે.

- text

તારીખ 23 જૂનને મંગળવારે, રાત્રે 09:00 કલાકે જય વસાવડા સાથે “આપઘાતની ઘાટ ટાળીયે” શીર્ષક અંતર્ગત મોરબી અપડેટના ફેસબુક પેઈજ તેમજ યુટ્યુબ ચેનલ પર ખાસ મુલાકાત પ્રસારિત થશે. સહપરિવાર માણવા યોગ્ય આ મુલાકાતમાં હતાશાને કઈ રીતે ઉત્સાહપૂર્ણ જીવનમાં પરિવર્તિત કરી શકાય અને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવા માટે શું શું કરી શકાય એ અંગે સંવાદ પ્રસારિત થશે. તો માણવાનું ચૂકશો નહીં, 23 જૂન મંગળવાર રાત્રે 09:00 કલાકે જય વસાવડા સાથે લાઈવ..

Morbi Updateના ફેસબુક પેઈજ અને યુટ્યૂબ ચેનલની લિંક નીચે આપવામાં આવી છે.

ફેસબુક પેઈજ : https://www.facebook.com/morbiupdate/

યુટ્યૂબ ચેનલ : https://www.youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw

- text