જવાહર નવોદય સમિતિ આયોજિત ધો.6ની પ્રવેશ પરિક્ષામાં કુંતાસી અને મેઘપર શાળાના છાત્રો ઉતીર્ણ

માળીયા (મી.) : કેન્દ્રીય વિદ્યાલય – જવાહર નવોદય સમિતિ દ્વારા ગત જાન્યુઆરી માસમાં લેવાયેલ ધોરણ 6 માટેની પ્રવેશ પરીક્ષામાં માળીયા તાલુકાની કુંતાસી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થી કુંડારીયા રવી હસમુખભાઈ તેમજ મેઘપર પ્રાથમિક શાળાનાં લાવડીયા ક્રિપાલ કિરીટભાઈ ઉત્તીર્ણ થઈ માળીયા તાલુકા અને મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે. આ તકે માળીયા તાલુકાનાં BRC નિરંજની સાહેબ, TPEO અમૃતિયા મેડમ, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, કુંતાસી શાળાનાં આચાર્ય જયંતિભાઈ કોટડીયા અને સ્ટાફ તેમજ મેઘપર શાળાનાં આચાર્ય મુકેશભાઈ પરમાર અને સ્ટાફ વતી આ બન્ને વિધાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.