માળીયાના કાજરડા ગામે ફોન કરવા મુદ્દે યુવાન ઉપર હુમલો

- text


બે શખ્સો સામે માર માર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

માળીયા (મી.) : માળીયાના કાજરડા ગામે ફોન કરી દેવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવની માળીયા પોલીસે ફરિયાદ નોંધી બન્ને આરોપીઓને ઝડપી લેવાની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ફરિયાદી મહેબુબભાઇ મુસાભાઇ કાજેડીયા (ઉ.વ-૩૦, ધંધો-ડ્રાઇવીંગ, રહે-કાજરડાગામ, તા.માળીયા મીયાણા)એ આરોપીઓ સફીર મુસા મોવર તથા શેરમામદ કારા સંધવાણી (રહે. બંને માળીયા ત્રણ રસ્તા માળીયા મી.) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૪ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે કાજરડા ગામે આરોપીઓઓએ ફરીયાદીના ઘર પાસે જઇ તુ નુરાલીભાઇના દિકરા વિરમને ફોન કરી દે મારે કામ છે તેમ કહી ફરીયાદીને ગાળો આપી ઢીંકા પાટુનો મારમારી આરોપીઓએ ફરીયાદીના માથાનાભાગે સ્ટીલના પાઇપનો એક ઘા મારી બંને આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માળીયા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text