તરઘડીમાં યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના તરઘડી ગામમાં રહેતી એક યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

- text

આ બનાવની મળતી માહિતી અનુસાર માળીયા (મી.) તાલુકાના તરઘડી ગામમાં રહેતા અને ખેત મજૂરી કરતાં નરશુબેન જીતેન્દ્રભાઈ વસુનિયા (ઉ.વ. 22)એ ગઈકાલે રાતે અજાણ્યા કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં માળીયા (મી.) પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text