મોરબીમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ

- text


પોલીસે 14 જેટલા અગ્રણીઓની અટકાયત કરી

મોરબી : મોરબીમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે અગાઉથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. પોલીસે પ્રદર્શનકારી કોંગ્રેસના 14 જેટલા અગ્રણીઓની અટકાયત કરી હતી.

- text

કેન્દ્ર અને રાજય સરકારે તાજેતરમાં લાગુ કરેલા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી નવા બસસ્ટેન્ડ સુધી ચાલીને વિરોધ પ્રદર્શન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને છાજીયા લઈને વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના પગલે અગાઉથી ડીવાયએસપી રાધિકા ભારાઈ, એસઓજી, એલસીબી, એ ડિવિઝન સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ શરૂ થતાં જ પોલીસે જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી, જયેશભાઇ કાલરીયા સહિતના 14 જેટલા કોંગ્રેસીઓની અટકાયત કરીને એ ડિવિઝન પોલીસ મથકે લઈ જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text