માળીયા (મી.)માં પણ મોરારીબાપુ વિરુદ્ધ આવેદનપત્ર અપાયું

- text


માળિયા તાલુકાના આહીર સમાજનાં યુવાનોએ માળિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું

માળીયા (મી.) : કથાકાર મોરારિબાપુ દ્વારા કૃષ્ણ ભગવાન તેમજ બલરામજી વિશે કરાયેલી ટિપ્પણીનો વિવાદ હજુ શમવાનું નામ લતો નથી. આ મુદ્દે મોરબી બાદ માળિયામાં પણ આહીર સમાજના યુવાનો દ્રારા માળિયા મામલતદારને આવેદન પત્ર અપાયું હતું.

- text

માળિયા તાલુકાના આહીર સમાજનાં યુવાનોએ માળિયાના મામલતદારને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે પ્રખર રામાયણી કથાકાર મોરારીબાપુએ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી તથા તેમનો વંશજો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. જેનાથી સમસ્ત હિન્દૂ સમાજની લાગણી દુભાઈ છે. તેથી, ઠેરઠેર મોરારીબાપુ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. ત્યારે માળીયા તાલુકાના આહીર સમાજના યુવાનો મોરારીબાપુની ભગવાન શ્રીકૃષ્ણ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને વખોડી કાઢીને કથાકાર મોરારિબાપુ પોતે દ્વારકામાં શ્રીકૃષ્ણ ભગવાનના ચરણોમાં આવીને આ બાબતે ભગવાનની માફી માંગે તેવી માંગ કરી હતી.

- text