નવયુગ વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓએ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી

- text


ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નવયુગ સ્કૂલે ફરી મેદાન માર્યું
ચાર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો : વિદ્યાર્થીઓની આગળ સી.એ. બનવાની ઈચ્છા

મોરબી : આજે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું 79.69 ટકા જેવું પરિણામ આવ્યું છે. આ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં મોરબીના નામાંકિત નવયુગ શૈક્ષણિક સંકુલે ફરી મેદાન માર્યું છે. જેમાં નવયુગ વિધાલયના ચાર વિદ્યાર્થીઓએ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી છે. આ તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાની આ જ્વલંત સફળતાનો શ્રેય માતા-પિતા અને નવયુગ વિધાલયને આપ્યો છે. આ વિદ્યાર્થીઓએ કઠોર પરિશ્રમ કરીને ઝળહળતી સિદ્ધિ મેળવ્યા ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ઘડવાનો નિર્દેશ આપ્યો છે. આ વિધાર્થીઓ પોતાની સફળતા વિશે શું કહે છે જાણીએ એમના શબ્દોમાં…

રાચ્છ કિંજલે નિયમિત 14 કલાક અથાગ પુરુષાર્થ કરીને 99.98 પી.આર. મેળવ્યા

નવયુગ વિધાલયમાં અભ્યાસ કરતી રાચ્છ કિંજલ અશ્વિનભાઈએ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 654 માર્ક્સ સાથે 93.42 ટકા અને 99.98 પીઆર મેળવ્યા છે. તેના પિતાએ બીકોમ સુધી અભ્યાસ કરેલો છે અને નિવૃત ડે. મામલતદાર છે. તેની માતા હાઉસ વાઈફ છે. આ સફળતા મેળવવા માટે દરરોજ 14 કલાક સખત અભ્યાસ કર્યો હતો. ઉપરાંત, શાળા અને શિક્ષકો તરફથી સતત માર્ગદર્શન મળતું અને દરરોજ નિયમિત શાળાએ અભ્યાસ કરી તેનું ઘરે રિવિઝન કરીને સતત વચન કરીને આ સફળતા મેળવી છે. જોકે ધો.10 થી કારકિર્દીનો ગોલ નક્કી કરી રાખ્યો હતો અને આગળ સીએ બનવા માટે કોમર્સ લાઈન પસંદ કરીને લક્ષ્યને સામે રાખીને મહેનત કરીને ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ગુજરાત બોર્ડમાં બીજો અને મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે.

- text

શાકભાજી વેચતા પિતાની પુત્રીએ 13થી વધુ કલાકની મહેનત કરીને જ્વલંત સિદ્ધ મેળવી

નવયુગ વિધાલયમાં અભ્યાસ કરતી પરમાર અંજલિ મહેશભાઈએ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામા 647 માર્ક્સ સાથે 92.42 ટકા અને 99.96 પીઆર મેળવીને ગુજરાત બોર્ડમાં ચોથો અને મોરબી જિલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. તેના પિતા ધો.7 સુધી ભણેલા અને શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને માતા ધો. 10 સુધી ભણેલા અને હાઉસ વાઈફ છે. આ સાધારણ દંપતીએ પોતાની સામાન્ય આવક વચ્ચે પણ પુત્રીને લાડકોડથી ઉછેરીને તેને સારી સ્કૂલમાં શિક્ષણ અપાવ્યું છે. જોકે નવયુગ સ્ક્રુલ પણ આ સાધારણ દંપતીની પુત્રીની ભણવામાં હોશિયાર હોવાથી તેને અભ્યાસમાં તમામ રીતે મદદરૂપ થઈ છે. ત્યારે આ સામાન્ય પિતાની પુત્રીએ કોમર્સમાં એડમિશન લીધાં બાદ સીએ બનવાનો ધ્યેય નક્કી કરી રાખ્યો હતો. આ માટે ધો.12ની પરીક્ષામાં ઉચ્ચ ટકાવારીએ પાસ થવું જરૂરી હોવાથી તે દરરોજ સ્ક્રુલે આપતું શિક્ષણને આત્મસાત કરીને નિયમિત 13થી વધુ કલાક મહેનત કરીને આ સફળતા મેળવી છે.

કંડીયા ઋત્વિએ 14 થી વધુ કલાકની મહેનત કરીને 99.96 પી.આર. મેળવ્યા

નવયુગ સ્કૂલમાં અભ્યાસ કરતી કંડીયા ઋત્વિ મહેશભાઈએ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 645 માર્ક્સ સાથે 92.14 ટકા અને 99.96 પીઆર મેળવી ગુજરાત બોર્ડમાં ચોથો અને મોરબી જિલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. તેના પિતા ધો. 10 સુધી ભણેલા અને સીરામીક ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. માતા ધો. 10 પાસ અને હાઉસ વાઈફ છે. તેણીએ ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ઘડવા માટે કોમર્સ લાઈન લીધા બાદ ગોલ નક્કી કરીને સખત પુરુષાર્થ કર્યો હતો અને તેની ધો. 12ની પરીક્ષામાં માટે દરરોજ 14થી વધુ કલાકની કટેલી મહેનત રંગ લાવી છે. ધો.12ની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવ્યા બાદ હવે તેને આગળ સી.એ. બનવાની ઈચ્છા છે.

કાલરીયા ઋષિકેશે સ્માર્ટ વર્ક કરીને અદ્વિતીય સિદ્ધિ મેળવી

નવયુગ વિધાલયમાં ભણતા કાલરીયા ઋષિકેશ હર્ષદભાઈએ ધો.12ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 637 માર્ક્સ સાથે 91 ટકા અને 99.92 પીઆર મેળવીને ટંકારા તાલુકામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. તેના પિતા ધો.10 સુધી ભણેલા અને એ.સી. રિપેરીગનો વ્યવસાય કરે છે. માતા ધો. 9 પાસ અને હાઉસ વાઈફ છે. જોકે તેણે ધો 12 માં સફળતા મેળવવા માટે ધ્યેય અગાઉથી નક્કી કરીને સ્માર્ટ વર્ક કરવાનું પસંદ કર્યું હતું. જેમાં પરીક્ષા સમયે દરરોજ પાંચ કલાકની મહેનત કરી હતી. જોકે તે સ્કૂલમાં આપતું શિક્ષણનું ઘરે જઈને રિવિઝન કરી લીધા બાદ શરૂઆતથી ટાઈમ ટેબલ ગોઠવીને વિષયવાર મહેનત કરતો હોવાથી પરીક્ષા સમયે વધુ મહેનતની જરૂર પડી ન હતી એ રીતે તેણે પદ્ધતિસર મહેનત કરીને સફળતા મેળવી છે તેને આગળ સીએ બનવાની ઈચ્છા છે.

- text