માળીયામાં ધોધમાર અઢી ઇંચ અને મોરબીમાં એક ઇંચ વરસાદ પડ્યો

- text


ધોધમાર વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા

મોરબી : મોરબીમાં આજે સાંજે વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ થયો હતો.જેમાં માળીયામાં એક કલાકમાં ઓઢમાર અઢી ઇંચ વરસાદ પડ્યો હતો અને મોરબીમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.જેના પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા.

- text

મોરબીમાં આજે સાંજે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો.આ ધોધમાર વરસાદને પગલે મોટાભાગના માર્ગો પર પાણી નદીના વહેણની માફક દોડ્યા હતા અને લાતી પ્લોટ સહિતના નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.અમુક જગ્યાએ ઘરોમાં પાણી ઘુસી ગયાની ફરિયાદ ઉઠી હતી.જ્યારે મળિયા પંથકમાં એક કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણી થઈ ગયું હતું અને માળીયા પંથક જળ તરબોળ થઈ ગયું હતું.જ્યારે માળીયાની ઘોડાધ્રોઈ નદી બે કાંઠે વહેવા લાગી હતી.મોટાભાગના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.જોકે વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.સરકારી ચોપડે વરસાદના નોંધાયેલા અકડાની વિગત જોઈએ તો માળીયા તાલુકામાં 60 મિમી વરસાદ અને મોરબીમાં 28 મિમી વરસાદ તેમજ વાંકાનેરમાં 16મિમી વરસાદ પડ્યો હતો.જ્યારે મોરબી નગરપાલિકા વિસ્તારમાં 32 મિમી વરસાદ પડ્યો હતો.જોકે હળવદ અને ટંકારા તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો.

- text