મોરબીના લક્ષ્મીનગર ગામે મંદિર તેમજ માળિયામાં મકાન ઉપર વીજળી પડી

 

માળિયા : માળિયામાં આજે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન એક મકાન ઉપર વીજળી પડી હોવાનું તાલુકા મામલતદારે જણાવ્યું છે. નાના એવા મકાન ઉપર વીજળી પડતા અંદર રહેલા હસીનાબેન ગુલામહુસેન કટિયા નામના મહિલાને સામાન્ય ઇજા થઇ હતી અને તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. બીજી તરફ એક મોબાઈલ ટાવર ઉપર પણ વીજળી પડી હોવાના અહેવાલ મળી રહ્યા છે. સાથે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે આવેલ રામજી મંદિરના શિખર ઉપર પણ વીજળી પડી હતી. જેના લીધે શીખરમાં નુકસાન પહોંચ્યું હોવાનું સરપંચ દ્વારા જણાવાયું છે.