મોરબી શહેર અને હાઇવે પર અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો

- text


ગતરાત્રે ભારે પવન ફૂંકાયા બાદ આજે બપોર બાદ મોરબી પંથકમાં છૂટો છવાયો વરસાદ : સરકારી ચોપડે મોરબીમાં 5 એમએમ વરસાદ જ નોંધાયો

મોરબી : મોરબી પંથકમાં ગતરાત્રે વાવઝોડા જેવો તેજ પવન ફૂંકવાની સાથે અમુક વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ આજે સવારથી અસહ્ય બફારો અને ઉકળાટ વચ્ચે બપોરે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં બપોરના 3 વાગ્યાની આસપાસ મોરબી શહેરમાં ભારે વરસાદી ઝાપટું વરસી ગયું હતું. ઉપરાંત બપોરેના 4-00 વાગ્યાનીઆસપાસ સામાકાંઠે 20થી 25 મિનિટ સુધી સારો એવો વરસાદ પડયાના વાવડ છે. તેમજ સામાકાંઠે હાઇવે પર લાલપર, રાફળેશ્વર સહિત અમુક ગ્રામ્ય વિસ્તારોમાં અને રવાપર ગામમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે. જોકે મોરબીમાં 5 એમએમ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.

- text

જ્યારે વરસાદને પગલે આજે પણ અમુક જગ્યાએ વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. આથી પીજીવોસીએલ સ્ટાફ સતત દોડતો રહ્યો છે અને ફીડરોમાં ધડાકા થવાથી વીજ પુરવઠો ખોરવાયા પીજીવીસીએલ સ્ટાફે યોગ્ય કામગીરી કરીને વીજ પુરવઠો ચાલુ કર્યો હતો. જ્યારે બપોરે વરસાદ થતાં થોડી ઠંડક પ્રસરી ગઈ હતી. પણ વરસાદ થભી જવાની સાથે ફરીથી બફારો અને ઉકળાટ અનુભવાયો હતો.

- text