મોરબીમાં તમાકુના ચેતવણી દર્શક બોર્ડ ન લગાવનાર દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી

- text


ડિસ્ટ્રીકટ ટોબોકો સેલે 19 કેસ કરીને રૂ. 3800 નો દંડ વસુલ્યો

મોરબી : મોરબીમાં તમાકુનું વેચાણ કરતી દુકાનોમાં આજે ડિસ્ટ્રીકટ ટોબોકો સેલે ઓચીતું ચેકિંગ કર્યું હતું. જેમાં દુકાનોમાં તમાકુના વેચાણ અંગેના ચેતવણી દર્શક બોર્ડ ન લગાવ્યા હોવાનું માલુમ પડ્યું હતું. આથી, ડિસ્ટ્રીકટ ટોબોકો સેલે આવા બોર્ડ ન લગાવનાર દુકાનદારો સામે 19 કેસ કરીને રૂ. 3800 નો દંડ વસુલ્યો હતો.

ડિસ્ટ્રીકટ ટોબોકો સેલ મોરબી દ્વારા તમાકુના વેચાણ અંગે જાહેર કરેલી ગાઈડ લાઈન મુજબ મોરબી જિલ્લામાં તમાકુ કે કોઈપણ બનાવટ વેચાણ કરનાર દરેક વેપારીઓને પોતાની દુકાનોમાં 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓને તમાકુનું વેચાણ કરવું એ દંડનીય ગુનો બને છે, તેવું ચેતવણી દર્શક બોર્ડ લગાવવાનું હોય છે. ત્યારે મોરબીના વિસ્તારોમાં તમાકુની દુકાનોમાં આ તમાકુના ચેતવણી દર્શક બોર્ડ લગાવેલું છે કે કેમ તે અંગે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને પોલીસ દ્વારા દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. તેથી, અમુક દુકાનોમાં આવા ચેતવણી દર્શક બોર્ડ જોવા મળ્યા ન હતા. આથી, તમાકુ અંગે ચેતવણી દર્શક બોર્ડ ન લગાવનાર દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરી હતી અને આ અંગેના 19 કેસો કરીને રૂ. 3800 નો દંડ ફટકાર્યો હતો. તેમજ મોરબી જિલ્લાની તમામ તમાકુની બનાવટની જુદી-જુદી વસ્તુઓ વેંચતા દરેક દુકાનદારોને તેમની દુકાનોમાં ફરજિયાત તમાકુ અંગેના ચેતવણી દર્શક બોર્ડ લગાવવાની સૂચના આપી હતી.

- text

- text