લાયન્સ કલબ ઓફ મોરબી-નઝરબાગ ગરીબ પરિવારની વ્હારે

- text


વીતક કથા ધરાવતા પરિવારની આર્થિક મદદ કરાઈ

મોરબીની લાયન્સ કલબ-નઝરબાગ સતત અવિરત સેવાકીય પ્રવૃતિ અને માનવ સેવાના કાર્યોમા હરહમેંશા અગ્રેસર હોય છે. તાજેતરમાં જ સોશીયલ મિડીયાના માધ્યમ દ્વારા એક ગરીબ પરિવારને મદદની જરૂર હોવાની જાણ કલબને થઈ હતી.

મળતી વિગત મુજબ મહેતા પ્રવિણભાઈ ઈશ્વરભાઈ જામદુધઈના વતની છે. જેને હાથીપગાનો રોગ થયેલ છે. તેમના એક પુત્રને માનસિક અસ્થિરતા છે. અને અન્ય બીજા પુત્રને કેન્સરની બીમારી છે. તેઓ હાલ મોરબીમાં વેજીટેબલ રોડ ખાતે ભાગ્યલક્ષ્મીમાં સોસાયટી રહે છે. આ બાબતે કલબના પ્રમુખ ડો. રવિન્દ્ર ભટ્ટ દ્વારા કલબના વોટસએપ ગ્રુપમા આ પરિવારની આર્થિક મદદ માટે આહવાન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને કલબના સભ્યોના આર્થિક સહયોગથી 21,000 જેટલી માતબાર ૨કમ એકત્ર થઈ હતી. હજુ પણ ભવિષ્યમાં કોઈ પણ મદદ કરવાની ખાત્રી સભ્યો દ્વારા આપવામા આવી હતી.

- text

ગત 3 જુનના રોજ સવારે 10 વાગ્યે એકત્ર થયેલ રકમનો ચેક અર્પણ કરવા કલબના પ્રમુખ ડો. રવિન્દ્ર ભટ્ટ તથા લાયન મેમ્બર વિજય સરડવા આ પરિવારના આંગણે ગયા હતા. ત્યારે અગ્રણી બિલ્ડર અને રાજપુત સમાજના યુવા આગેવાન પીન્ટુભાઇ તથા ભરતસિંહ પણ આ સેવાકાર્યમા સાથે જોડાયા હતા. આ બન્ને આગેવાનો દ્વારા તે પરિવાર માટે દરરોજ મીનરલ વોટરની સુવિધા પુરી પાડવામાં આવશે તેમજ અન્ય કોઈપણ જરૂરીયાત પૂર્ણ કરવા માટે તત્પરતા દર્શાવી હતી. વિજયભાઈ સરડવા દ્વારા ભીમ અગિયારસના દાન નીમિતે મીઠાઈ, કેરીની પેટી, જીવન જરૂરી રાશન કીટ આપવા આવી હતી. આ સહાય પ્રાપ્ત થતા મહેતા પરિવાર ભાવવિભોર બન્યો હતો. આમ, કલબના પ્રમુખ ડો. રવિન્દ્ર ભટ્ટ અને વિજય સરડવાએ સત્કાર્યનો આનંદ મેળવી સાચા અર્થમાં ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ કહેવત સાર્થક કરી હતી.

- text