જાણીતા સીરામીક ગ્રુપના બે ભાગીદારો વચ્ચે માથાકૂટ : મામલો પોલીસ મથકે પોહચે તે પહેલા સમાધાન

- text


ભાગીદારી છૂટી કરવાના હિસાબ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ હાથાપાઈ થયાની ચર્ચા

મોરબી : મોરબીના એક જાણીતા સીરામીક ગ્રુપના બે ભાગીદારો વચ્ચે આજે ભાગીદારી છૂટી કરવા મુદ્દે માથાકૂટ થઈ હતી. જેમાં સીરામીક એસો.માં એક સમય મહત્વનો હોદ્દો ધરાવતા ઉદ્યોગપતિએ સામેના પરિવાર સાથે ઉગ્ર બોલાચાલી કરી હાથાપાઈ સુધી પોહચી જતા આ મામલો પોલીસ ફરિયાદ સુધી પોહચી ગયો હતો. પરંતુ અન્ય આગેવાનોની સમજાવટ બાદ સમાધાન થઈ જતા હાલ કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

મોરબીના એક જાણીતા સીરામીક ગ્રુપમાં હાલ થોડા સમયથી ભાગીદારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં એક જૂની જાણીતી સીરામીકની બ્રાન્ડમાંથી એક સમયના સીરામીક એસો. મહત્વના હોદ્દા પર રહી ચૂકેલા અને વિવાદમાં આવેલા ઉદ્યોગપતિએ પોતાની અલગ કંપની અને બ્રાન્ડ ઉભી કરી હતી. જોકે હજુ જૂની કંપનીના ભાગીદારો સાથે ભાગબટાઈ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે આજે જૂની કંપનીના બે અલગ અલગ જ્ઞાતિના ભાગીદારો વચ્ચે યોજાયેલી મિટિંગમાં સીરામીક એસો.માં એક સમયના મહત્વના હોદ્દા પર રહી ચૂકેલા ભાગીદારે ઉગ્ર બોલાચાલી કરી સામેના પરિવાર સાથે હાથાપાઈ કરતા આ મામલો ભારે ગરમાયો હતો. અને આ મામલે પોલીસ ફરિયાદ કરવા સુધી વાત પોહચી ગઈ હતી.

- text

એક સમયે જાણીતી સીરામીક બ્રાન્ડ સાથે જોડાયેલા બે અલગ અલગ જ્ઞાતિના સીરામીક ઉદ્યોગકારો વચ્ચે આજે થયેલી માથાકૂટનો સમગ્ર મામલો પોલીસ મથક સુધી પણ પોહચી ગયો હતો અને પોલીસ પણ માથાકૂટના સ્થળે દોડી ગઈ હતી. જોકે આ મામલે પોલીસ ફરિયાદ થાય તે પહેલાં અન્ય આગેવાનોએ મધ્યસ્થી કરી સમજાવટથી સમગ્ર મામલો શાંત પાડી દીધો હતો. જેથી આ મામલે હાલમાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ જાણીતા સીરામીક ગ્રુપના ભાગીદારો વચ્ચે થયેલી આ માથાકૂટ આજે મોરબીમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.

- text