વાંકાનેર નજીક ઇકો અને સ્વિફટ કાર વચ્ચે અકસ્માત

રોડ ઉપર મોટો ખાડો કેટલાક મહિનાઓથી છે, છતાં તંત્રઍ બેદરકારી દાખવીને ખાડો પૂરવાની કામગીરી ન કરી આખરે અકસ્માત થયો

વાંકાનેર: જડેશ્વર રોડ પર વડસર દરગાહના ગેટની સામે કેટલાક સમયથી રોડ પર એક મોટો ખાડો પડ્યો છે આ ખાડો પૂરવાની લાગતા-વળગતા તંત્રે એ તસ્દી ન લીધી અને આ ખાડાના કારણે ગમે ત્યારે અકસ્માત થશે તેવી દહેસત હતી. આજે આ રોડમાં રહેલા ખાડાના કારણે અકસ્માતની થયો છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરથી જડેશ્વર તરફ જતી સ્વિફ્ટ કાર અને જડેશ્વર તરફથી વાંકાનેર તરફ આવતી ઇકો કાર વચ્ચે વડસર પાસે એક ગંભીર અકસ્માત થયો છે. બંને ગાડીઓમાં ભારે નુકસાન થયું છે તેમજ અંદર મુસાફરી કરી રહેલા રહેલા લોકોને ઇજા પહોંચતા ૧૦૮ મારફત તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં દરગાહના ગેઇટની સામે આવેલો મોટો ખાડો તારવવા જતાં સ્વીફ્ટ કારના ડ્રાઈવરે કાર ઉપર કંટ્રોલ ગુમાવતા સામેથી પોતાની સાઈડમાં આવતી ઇકો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

આ અકસ્માતમાં બંને કારમાં ખૂબ જ નુકસાન થયું છે અને અંદર રહેલા લોકોને ઇજા પહોંચતાં ત્યાં હાજર રહેલા લોકોમાંથી કોઇએ 108ને ફોન કરી જાણ કરતા ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આટલા ગંભીર અકસ્માત પણ સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. આ એક્સિડન્ટ રોડ વિભાગ ની બેદરકારીને કારણે થયો છે તે વિડીયો પરથી સ્પષ્ટ થાય છે. જવાબદારો સામે પગલાં લેવા જોઈએ તેવી લોકોની માંગણી છે. વાંકાનેર થી લજાઈ સુધી ના રોડ પર ઠેરઠેર આવા ખાડા પડેલ છે જેને રીપેર કરવાની તાત્કાલિક જરૂરિયાત છે.