ઓટાળા ગામેથી શ્રમિક સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો

ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા એક શ્રમિકની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને ગત તા. 9ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. આ બનાવના આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

આ બનાવમાં ટંકારા પોલીસ દ્વારા ભોગ બનનાર તથા આરોપી શૈલેષ ગુલજીભાઈ રાઠવા (રહે. બરોજ, તા.જી. છોટાઉદેપુર)ને ફરિયાદ નોંધાયાના ગણતરીની કલાકોમાં શોધી કાઢી ભોગબનનારને તેના વાલી વારસને પરત સોપેલ છે. અને આ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.