ટંકારાના પશુ આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં : છેલ્લા પાંચ વર્ષથી નવી કચેરીની જોવાતી રાહ

- text


ટંકારા : ટંકારા તાલુકા મથકનુ મુખ્ય પશુ આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં હોવાથી રીપેરીંગ માટે કચેરી દ્વારા પાચ વર્ષથી રજુઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી. ચોમાસુ માથે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણીથી કચેરીની અંદરની વસ્તુઓને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

મોરબી નાકા અડોઅડ આવેલ પશુ આરોગ્ય કેન્દ્રમાં છત ઉપરથી ગાબડા પડી ગયા છે તો બારી બારણા સડી ગયેલ છે સાથે ભુકંપ બાદ ભૌગોલિક સ્થિતિ બદલાઈ ગઈ હોય રોડ રસ્તા ઉચા થઈ જતા વરસાદનુ પાણી દવાખાનામાં ઘુસી જતુ હોય કાગળો અને દવાને નુકસાન થતુ હોય અને કચેરીમા કામ કરવામા મુશ્કેલી પડી રહી છે. પાચેક વર્ષથી કચેરી દ્વારા માર્ગ મકાન પંચાયત વિભાગને લેખિત રજૂઆત કરાય હોવા છતાં ત્રણ વર્ષ બાદ એટલે કે તા. 25/6/2018 ના રોજ એસ્ટીમેટ તૈયાર કર્યુ પરંતુ તેના બે વર્ષ વિત્યા બાદ આજ રોજ સુધી કોઈ કામ ચાલુ ન થતા હાલ ખંડેર હાલતમાં રહેલી કચેરીથી ગાડુ ગબડાવવામાં આવતુ હોવાનું સામે આવ્યુ છે.

- text

આ અંગે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર ચૌધરી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે જે તે સમયે ઓછી ગ્રાન્ટને કારણે મંજુરી મળી ન હોય હવે એકાદ મહીનામા નવી ટાઈપ ડિઝાઇન વાળુ આધુનિક દવાખાનુ પાયાથી બનાવવા પ્રકિયા હાથ ધરવામાં આવશે.

- text