મોરબી રોજગાર કચેરી ખાતે નોંધણી રીન્યુ કરાવી શકાશે

મોરબી : કોરોના વાયરસની મહામારી ફેલાતા સરકારના આદેશથી તા.૨૫/૦૩/૨૦૨૦ થી તા.૩૧/૦૫/૨૦૨૦ દરમિયાન લોક્ડાઉન જાહેર થતા રોજગાર વિનિમય કચેરીઓની સેવાઓ મૂલતવી રહેવા પામેલ હતી. જેથી રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ અને માર્ચ ૨૦૨૦ થી મે ૨૦૨૦ દરમિયાન (ગ્રેસના સમય સહિત) નામ નોંધણી રીન્યુ કરાવવાની થતી હતી, તેવા ઉમેદવારો નામ-નોંધણી ચાલુ રાખવા ઇચ્છતા હોય તો ઓગષ્ટ-૨૦૨૦ સુધીમાં ખાસ કિસ્સામાં નામ-નોંધણી રીન્યુ કરાવી શકશે.

મોરબી જિલ્લાના ઉમેદવારોએ નામ-નોંધણી રીન્યુ કરાવવા માટે નોંધણી નંબર, નોંધણી તારીખ, રીન્યુઅલ તારીખ, જન્મ તારીખ વગેરે વિગતો સાથે રોજગાર વિનિમય કચેરી, મોરબીના ઇમેઇલ એડ્રેસ [email protected] પર અથવા ટપાલથી અરજી કરીને પણ રીન્યુ કરાવા જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.