મંત્રીઓની સ્થાયી પરામર્શ સમિતિમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની નિમણુંક

મોરબી : ગુજરાત રાજ્યમાં મંત્રીઓને પોત પોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લગતી બાબતોમાં વિચાર વિનિમય કરવા જે મંત્રીઓના અધ્યક્ષપણાં હેઠળ ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની રચના કરવાનો નિર્ણય ગુજરાત સરકારના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગે કરતા ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતો, કુટીર ઉધોગ, છાપકામ અને લેખન સામગ્રી ખાતાને લગતી સ્થાયી પરામર્શ સમિતિમાં મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની નિમણુંક કરવામાં આવી છે. આ સમિતિમાં વિપક્ષના સૌરાષ્ટ્રના એકમાત્ર ધારાસભ્ય બ્રિજેશ મેરજાની પસંદગી થતા તેમને મોરબી માળીયા વિધાનસભાના મત વિસ્તારનું ગૌરવ દીપાવ્યું છે. જેથી, તેઓ મોરબી માળીયા વિસ્તારના વિવિધ પ્રશ્નો ઉકેલવામાં સફળ થશે. જે બદલ તેમને ઠેરઠેરથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.