મોરબી : કેરોસીનથી જાત જલાવતા યુવકનું સારવાર દરમિયાન મોત

મોરબી : મોરબી શહેરમાં પંચાસર રોડ પર ભારતપરામાં રહેતા યુવકે થોડા દિવસ પહેલા કેરોસીન છાંટી જાત જલાવવાનો પ્રયાસ કર્યો હતો. આથી, તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

મોરબીમાં પંચાસર રોડ પર ભારતપરામાં રહેતા 36 વર્ષીય સુરેશભાઇ ઘોઘાભાઇ રાઠોડએ ગત તા. 8 મેના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યે પોતાના ઘરે પોતાની જાતેથી કોઇપણ કારણોસર શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી હતી. આથી, સળગી જતાં શરીરે દાજી ગયા હતા. તેને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તેમજ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું તા. 15 મેના રોજ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના કાગળો આવતા ગઈકાલે તા. 2 જૂનના રોજ સીટી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.